ક્રોધ
મારા બારી વાળા ઓરડા મા બેઠો છું.સવાર નો સમય છે, ને બારી માંથી તડકો કુમળો તડકો આવી મારા પગ પર પડી, ને મારા પગ થોડો-થોડો ગરમ થઇ રહ્યો છે પણ સારું લાગે છે.
ને બારી માપણ ખૂબ સરસ દ્રશ્ય છે બારીમાં ઉગાડેલા મની પ્લાન્ટ, તુલસી બીજા છોડ જાણે તડકામાં ઝૂમી રહ્યા છે. પવન સાથે ગીત ગાઈ રહ્યા તા...
ને અચાનક કઈક બૂમ પડી...!
ઘરમાં થી બુમ પડી જલદી જઈને આ સમાન દુકાનથી લઈ આવો.ને એક કાગળનું લીસ્ટ આપી દેવામાં આવ્યું. અને તરત મને આવ્યો થોડો ક્રોધ ગુસ્સો આવ્યો.
મને મારું પ્રકૃતિ સાથે ની તડકા ને છોડ જોડે ની વાતો મા મજા આવતી હતી. મને એમાં કોઈક ની અટકાયત કરાઈ એટલે આવ્યો ગુસ્સો...
ગુસ્સો-ક્રોધ નું કોઇ ઈલાજ ખરો...?
શું એનાથી કોઇ છૂટકો ખરો..?
શું એનાપર વિજય મેળવી સકાય ...?
શું આ ક્રોધ રૂપી દાનવ થી કોઇ બચી સકે ખરા...?
આવા વિચારોની લેહર મારા મનમાં દોડવા લાગી...
ક્રોધ આવી એટલે અર્થ નો અનર્થ થઈ જાય. સારા માણસ ની પણ ખરાબ માણસ મા થઈ જાય. બોસ પર માલિક પર ક્રોધ આવી તો નોકરી જાય, ઘરમાં ઘરના વ્યક્તિ પર ક્રોધ થાય તો ઘરમાં ઝગડા થાય, ક્લાસ મા ક્રોધ આવી તો ગુરૂ જોડી ઠપકો મળી, પ્રેમી ક્રોધ કરી તો પ્રેમ ના રહે, દોસ્ત ફ્રેન્ડ જોડે ક્રોધ આવે તો ફ્રેન્ડ સાથે ના સબંધ બગડે. કોઇ પણ જગ્યાએ ક્રોધ નુકસાન કારી જ છે.
એટલે તો આપણા પુરાતન સસ્ત્રો મા કામ (વાસના), ક્રોધ , લોભ, મોહ, મદ , મત્સર ને મનુષ્યના સર્વ થી મોટા સત્રુઓ કેહવામાં આવ્યા છે.
ક્રોધ પર વિજય મેળવવા પ્રથમ આપણે ક્રોધ ને સમજવો પડસે , ક્રોધ છે શું?
ક્રોધ ને ઍક વાક્ય માં કહ્યે તો
"જ્યારે આપણું ધારેલું ના થાય ત્યારે ક્રોધ આવે"
ક્રોધ નું આજ એક કારણ છે આપણે પરિસ્તીથી પોતાના કાબૂમાં લાવવા માંગ્યે, આપણે બીજાને પોતાના આધીન રાખવા પ્રયત્ન કર્યે, એ ના થાય એટલે આપણ ને ક્રોધ આવે... આપણા મન નું ના થાય ત્યારે ક્રોધ આવે.
ક્રોધ આવવાનું કારણ તો ખબર પડી ગઈ હવે આપણે તેને કાઢવાનો પ્રયત્ન કરીએ.
એક અલગ રીતે વિચાર કારો શું તમે તમારા જીવન ને કાબૂમાં તમારા આધીન કરી સકો..?
શું તમે સૂર્ય ચંદ્ર દુનિયા ને કાબૂમાં કરી સકો..?
આપણે તો એ પણ નથી ખબર આપણે અહ્યા ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા, આ જન્મ મૃત્યું પછી શું, આપણે બ્રહ્મન્ડ ને અવકાશ ને નથી જાણતા, આપણે આપણા નખ જેટલા મા કરોડો સૂક્ષ્મ જીવન છે..
આપણે પોતાના હ્રદય ની ગતિ ને પણ કાબૂમાં નથી કરી સકતા જે આપણા જીવનનું આધાર છે... આપણા શ્વાસોચછ્વાસ પણ આધીન નથી કરી સકતા...
તો આપણે નાની નાની પરીસ્થિતિ ને કાબૂમાં ના આવતા કોઇ ક્રોધ કરવાનો કોઇ જરૂર નથી
टिप्पणियाँ
एक टिप्पणी भेजें