વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ એક અદ્ભુત દિવસ. આપણે જોઈ એ જ છે. જ્યારે કુદરત-પ્રકૃતિ સામે કોઈનું ન ચાલે.
જેમ આજે માનવ કોઇ પણ કાબુ વગર પોતાનું ધાર્યું કરે છે, જો એમને એમ ચાલશે તો એક અલગ જ પ્રકારની મુસીબતો નો સામનો કરવાનો દિવસ આવશે.
જેમ આજે કોરોના થી આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. એતો કઈ જ નથી આતો બોવ જ નાની વાત છે.જે દરે આપણી માણસ પ્રકૃતિ મા અસમતોલન સર્જી રહ્યા છે, તે દરે આપણે ૭૦-૧૦૦ વર્ષ માં તો તહસ મહસ થઈ જશે...
એના પરિણામ આપણ ને હમણાં પણ દેખાય જ છે, કઈ કેટલા તુફાનો- વાવાઝોડા, સુનામી, મોસમમાં થઈ રહ્યો બદલાવ ગમે ત્યારે વરસાદ ગરમી ઠંડી , પાણીની અછત, ભૂગર્ભ જળ માં ઘટાડો જેથી કૂવા તળાવ સુકાઈ રહ્યા છે.
તો આ બધુ જોઈ ને શું બેસી રહેશો?
શું આપનું આ પોતાની પ્રકૃતિ પ્રત્યે કોઈ કર્તવ્ય નથી..?
શું આપણે કઈ ના કરવું જોઈએ?
એટલું યાદ રાખજો જો બીજાની રાહ જોઈને બેસી રહેશો તો કઈ નથી થવાનું, કઈ આપણે કરવું પડે. અને હા એમ તો વિચારતા જ નઈ કે મારા એકલા ના કરવાથી કોઈનાથી થવાનું. કેમકે "ટીપે ટીપે સરોવર ભરાય" . જો તમે કંઈ સારું કરશો તો તો તમને જોઈ ને આપોઆપ બીજા કરશે પણ બીજાની રાહ જોવાથી કંઈ નથી થવાનું.
તો આજે આ શુભ દિવસ કઈ પર્યાવરણ માટે કરીએ. એક નાનું તો નાનું બીજ લગાવી આપણા ધરતી માતા પ્રત્યે કર્તવ્ય કર્યે.
ફક્ત લગાવવાથી કંઈ નથી થવાનું એનું જતન પણ કરવું પડે જેમ એક માતા પોતાના બાળક ને વાગે તો માં દુખી દુઃખ થાય. ભૂખ લાગી હોય તો બાળકોને ખવડાવે. તેમ તમે પણ ફક્ત છોડ વાવી દેવાથી પૂરું નથી એનું જતન કરી પાણી આપી રક્ષણ કરી મોટું કરવાનું છે.
વિચારો એજ વૃક્ષ મોટું થઈને તમને છાયા આપે વાતાવરણ ને ઓક્સિજન આપે, એટલું જ નઈ તમારા લીલોતરી છવાઈ જાય. અને એ મોટું થાય એટલે એના પર જાત-જાતના ભાત-ભાતના પ્રાણી પંખી આવે. અરે ખિસકોલી આવી ને રમ છે. પોપટ મેના કબૂતર વગેરે જેવા કઈ કેટલા પંખી ઓ આવે ને જે તમને સવાર સાંજ કલરવ કરી તમને એક અલગ આનંદ આપશે. જો એમાં પણ કોઈ ફળ નું લગાવાયું હોય તો જે એ પોતે ઉગાડેલા ફાળો ની કઈ વાત જ અલગ છે.
તો બસ આપણે આજે એક કામ કરવાનું છે ,એક વૃક્ષ નું રોપણ કરવાનું ને એની કાળજી પણ રાખવાની. ને હા ભુલતા નઈ તમારા એક નાનું કદમ આપણા માટે કેટલું જરૂરી છે. ને તમી ચાલુ કરજો પછી બધા તમારું અનુસરણ કરે.


टिप्पणियाँ
एक टिप्पणी भेजें